સાસરિયાં ફોન કરી કહેતા કે, ‘તમારી દીકરીને લઇ જાઓ,’ બાદમાં કાઢી મૂકી

શહેરમાં ભગવતીપરામાં માવતરના ઘેર રહેતી પરિણીતાને મહારાષ્ટ્રના પુણે રહેતા પતિ સહિતના સાસરિયાંઓએ મારકૂટ કરી કાઢી મુક્યાની ફરિયાદ કરતાં મહિલા પોલીસે પતિ, સસરા અને સાસુ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પાંચ માસ પહેલાં જ લગ્ન કરી સાસરે જતા લગ્નના બીજા જ દિવસે દારૂ પી પતિએ મારકૂટ કરી હતી. જે બાબતે સાસુ-સસરાને જાણ કરતાં તેને પણ માવતરે ફોન કરી તમારી દીકરીને લઇ જાઓ કહેતા હોય બાદમાં પરિણીતાને ઘેરથી પહેરેલ કપડે કાઢી મૂકી હતી.

પુણેમાં પીસોલી પાસેના ગગનલાવીશ એપાર્ટમેન્ટમાં રહેતા અને હાલ માવતરના ઘેર રાજકોટમાં ભગવતીપરામાં એક માસથી રહેતા અને બ્યુટી પાર્લર ચલાવતા નફીસાબેન અલીઅસગર ઘીવાલાએ પતિ અલી અસગર નજમુદ્દીન ઘીવાલા, સસરા નજમુદ્દીન અને સાસુ ફરીદાબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના અગાઉ લગ્ન થઇ ગયા હોય અને ત્યાં છૂટાછેડા લઇને તા.3-1-2025ના રોજ અલીઅસગર સાથે થયા હતા અને અમારા બન્નેના બીજા લગ્ન હતા મારા લગ્નના બીજા જ દિવસે પતિ દારૂ પી ઘેર આવી મારી સાથે ઝઘડો કરી મારકૂટ કરી હતી. જેથી મારા સાસુ-સસરાને વાત કરતાં તેને મારા પતિને સમજાવવાને બદલે મારી સાથે ઝઘડો કર્યો હતો અને મને મેણાં મારતા અને ઘરકામ બાબતે માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

દરમિયાન મારા પતિને અલગ રહેવા અંગે વાત કરી હતી જેથી મારા પતિએ ઘેર વાત કરતાં મારા સસરાએ ઘેરથી નીકળી જવાનું કહ્યું હતું. જેથી તેના પતિએ તેને રાતોરાત લઇ જઇ હોટેલમાં રાખી હતી. બાદમાં બે દિવસ બાદ તેને ઘેર લઇ આવતા સસરાએ સમાધાન કરવાની ના પાડતા તેને ઉંદરી વિસ્તારમાં ભાડે ફ્લેટ રાખી બન્ને રહેતા હતા. જ્યાં પતિ છ દિવસ સાથે રહ્યા હતા ત્યાં મારા સાસુએે ફોન કરી ચડામણી કરતાં મને મૂકી ત્યાં જતા રહ્યા હતા ત્યાં મહિલા દોઢ માસ એકલા રહ્યા હતા અને મારા સસરા મારા માવતરના ઘેર ફોન કરી તમારી દીકરીને લઇ જાઓ તેમ ફોન કરતાં હોય મારા બનેવીએ આવી સમાધાનની વાતચીત કરી હતી, પરંતુ મારા સસરા સહિતનાએ સમાધાન કરવાની ના પાડી હતી અને મહિલા સાથે ઝઘડો કરી પહેરેલ કપડે કાઢી મૂકી હતી. હાલ મહિલા સગર્ભા હોય ફરિયાદ કરતાં જમાદાર ચુડાસમાએ પતિ સહિતના સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *