શ્રીનગરમાં આતંકવાદીઓ જ્યાં છુપાયેલા હતા તે ઘરને ઉડાવી દીધું!

જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેનાએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. શાંગુસ લાર્નુના જંગલમાં શનિવારે સવારે સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. અહીં 3 આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા હતી. એક આતંકવાદી હજુ છુપાઈને ગોળીબાર કરી રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં 36 કલાકમાં આ ત્રીજું એન્કાઉન્ટર છે. શ્રીનગરના ખાનયાર અને બાંદીપોરાના પન્નરમાં પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ભાસ્કરના સૂત્રોના જણાવ્યા અનુસાર શ્રીનગર એન્કાઉન્ટરમાં 2-3 આતંકીઓ છુપાયા છે. અહીં સીઆરપીએફનો એક જવાન પણ ઘાયલ થયો છે. બાંદીપોરામાં કેટલા આતંકીઓ છે તેની માહિતી હજુ સામે આવી નથી.

જમ્મુ-કાશ્મીર પોલીસ પણ એન્કાઉન્ટરના સ્થળોએ પહોંચી ગઈ છે. આસપાસના વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાંથી પસાર થતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *