લૂંટ, ચીલઝડપ અને અપહરણ સહિત 15 ગુનામાં સંડોવાયેલાગુનેગારના મકાન પર સરકારી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું

શહેરમાં વધુ એક ગુનેગારના મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. પોપટપરા શેરી નં.9માં રહેતા અને ગેરકાયદે દબાણ કરનાર અજય માનસિંગ પરસોંડાના ઘર પાસે શુક્રવારે સાંજે પોલીસ, મહાનગરપાલિકા અને પીજીવીસીએલની ટીમ પહોંચી હતી, અજયના કબજાના મકાન અને ઓરડીનું ગેરકાયદે વીજજોડાણ કાપી નાખ્યા બાદ તેના મકાન અને ઓરડી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. મકાન ધરાશાયી કરતી વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પ્ર.નગરના પીઆઇ વી.આર.વસાવાએ જણાવ્યું હતું કે, અજય પરસોંડા વાહન ચોરી, અપહરણ, રાયોટિંગ, લૂંટ અને ચીલઝડપ સહિત 15 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. ગુનેગારના મકાનને ધરાશાયી થતું જોવા વિસ્તારના લોકો ટોળે વળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *