ગીર સોમનાથ પંથકની યુવતીને લગ્નની લાલચ આપી શખ્સે આચર્યું દુષ્કર્મ

રાજકોટમાં રહેતી અને મૂળ ગીર સોમનાથ પંથકની યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ કરતા એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં એક વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતીએ ફરિયાદ કરી હતી.

જેમા આરોપી તરીકે કલ્પેશ નામના શખ્સનુ નામ આપ્યુ હતુ. ફરિયાદમાં જણાવ્યું હતું કે મૂળ સોમનાથ પંથકની અને રાજકોટમાં રહેતી અને અભ્યાસ બાદ નોકરી કરતી હતી. ત્યાર બાદ કલ્પેશ સાથે પરિચય થયા બાદ બન્ને ફોન પર વાતચીત કરતા હોય પ્રેમસંબંધ બંધાયો હતો, ત્યાર બાદ તેને લગ્નની વાતો કરતાે હોય તેમજ તેને બસસ્ટેન્ડ પાસે આવેલી હોટેલ નોવામાં મળવા બોલાવી મરજી વિરૂધ્ધ બે વખત દુષ્કર્મ આચર્યું હતું.

દરમિયાન લગ્નની વાત કરતા અવારનવાર બહાના બતાવતો હોય તેમજ ઝઘડાઓ કરતો હોય ત્યાર બાદ લગ્નની વાત કરતા તેને ના પાડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા તેને ફરીયાદ કરી હોવાનુ જણાવતા પીઆઇ બારોટ સહિતે દુષ્કર્મ,એટ્રોસીટી સહિતનો ગુનો નોંધી આરોપી યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્ટ પાર્કમાં રહેતા કલ્પેશ દ્વારકાદાસ અગ્રાવત (ઉ.વ.35)ની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *