રોજના 800 કમાવવાની લાલચમાં યુવતીએ 5.45 લાખ ગુમાવ્યા

ગઠિયાઓ અવનવા ખેલ કરીને લોકોને છેતરતા હોય છે, રાજકોટની યુવતીને ઓનલાઇન કામ કરીને દરરોજના રૂ.800 કમાવવાની લાલચ આપી રાજકોટના જ શખ્સે યુવતી પાસે કામ શરૂ કરાવ્યું હતું અને તેના બેંક ખાતામાંથી બારોબાર રકમ ઉપાડી લીધી હતી, એટલું જ નહી, યુવતીના પિતાના ખાતામાંથી પણ રકમ ઉસેડી કુલ રૂ.5.45.865ની છેતરપિંડી આચરી હતી.

કોઠારિયા રોડ પરની રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતી મનાલી બાબુબાઇ કાછડિયા(ઉ.વ.23)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મોરબી રોડ પરની જય ગુરૂદેવ રેસિડેન્સીમાં રહેતા શૈલેષ અમરશી લુણાગરીયાનું નામ આપ્યું હતુ. મનાલી કાછડિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.23 મેના પોતે ઇન્સ્ટાગ્રામ ચેક કરતી હતી ત્યારે એક લીંક આવી હતી અને તેમાં કમ્પ્યુટર ઓપરેટર જોબ, અલગ-અલગ અભ્યાસક્રમ સહિતની માહિતી આપવામાં આવી હતી, મનાલીને નોકરી માટે ઇચ્છા થતાં તેણે મેસેજ કરતાં જ એક મોબાઇલ નંબર આવ્યો હતો જેના પર ફોન કરતાં શૈલેષ લુણાગરિયા નામના શખ્સે કહ્યું હતું કે, એક પીડીએફ ફાઇલ મોકલવામાં આવશે તેના વર્ડ ફાઇલમાં ટાઇપિંગ કરી તેની પીડીએફ ફાઇલ બનાવી મોકલવાની રહેશે જેનાથીદરરોજ રૂ.500 કમાઇ શકશો. જેથીયુવતીએ બીજા જ દિવસથી કામ શરૂ કર્યું હતું, યુવતીએ તેને સોંપાયેલું કામ પૂર્ણ કરીને મોકલતા શૈલેષે તમારૂ કામ અધુરૂ છે જેથી બેંક ખાતામાં રૂ.250 જમા આપુ છું તેમજણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *