નવસારીના ધરણામાં ભાષાવાદનું ભૂત ધૂળ્યું

નવસારી જિલ્લાના બોરીયચ ટોલનાકા પર આજે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે નેશનલ હાઈવે નંબર-48 પરના ખરાબ રસ્તાઓના મુદ્દે ધરણા પ્રદર્શન કર્યું હતું. હાઈવે પર પડેલા ખાડાઓ અને ખખડધજ રસ્તાઓને લઈને ધારાસભ્યે ટોલ વસૂલી બંધ કરવાની માગ કરી હતી.

વિરોધ દરમિયાન પોલીસ દ્વારા ધારાસભ્ય અને કોંગ્રેસના કાર્યકરોને ટોલનાકાની ઓફિસ નજીક લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ નીચે બેસી પોતાની માંગ પર અડગ રહ્યા. આ દરમિયાન ટોલ પ્લાઝાના AGM રમેશ શર્મા સાથે થયેલી ચર્ચામાં ધારાસભ્ય અનંત પટેલે મરાઠી-ગુજરાતી વિવાદને લઈને મીઠી ટકોર કરી હતી.”અમે સી.આર. પાટીલનું પણ સન્માન કરીએ છીએ”

ધારાસભ્ય અનંત પટેલે ટોલ પ્લાઝાના AGM રમેશ શર્માને કહ્યું, “તમે મરાઠી છો, છતાં પણ અમે તમારું સન્માન કરીએ છીએ. ગુજરાતીઓ મુંબઈમાં મરાઠી લોકોના હાથથી માર ખાય છે, છતાં અમે મરાઠીઓનું સન્માન કરીએ છીએ. અમે સી.આર. પાટીલનું પણ સન્માન કરીએ છીએ.”તેમણે ટકોર કરી કે, “જો તમે ખખડધજ રસ્તાઓની મરામત ન કરી શકો, તો ટોલ વસૂલી બંધ કરો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *