યુવતીને ડિજિટલ એરેસ્ટ કરનાર ગેંગ ઝડપાઈ

સાયબર ક્રાઇમમાં સૌથી વધારે ડિજિટલ અરેસ્ટ કરી લાખો-કરોડો રૂપિયા પડાવનારી ગેંગ સક્રિય છે, ત્યારે નારણપુરા પોલીસે ડિજિટલ એરેસ્ટ કરી લોકોના લાખો રૂપિયા પડાવનાર ગેંગના ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, સહિત અલગ અલગ રાજ્યોના 12 આરોપીઓની નારણપુરા પોલીસે ધરપકડ કરી છે.

યુવતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા 4.92 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીઓએ રૂપિયા પડાવી લીધા બાદ યુવતીના પાડોશીને વીડિયો કોલમાં બોલાવીને તેની સાથે છેતરપિંડી કરી હોવાની જાણ કરી હતી. આરોપીઓએ સમગ્ર દેશમાં અનેક લોકો પાસે થી રૂપિયા પડાવ્યા હોવાની આશંકા છે.

મળતી માહિતી પ્રમાણે નારણપુરાના અંકુર ચાર રસ્તા પાસે રહેતી યુવતીને 13થી 14મી ઓક્ટોબરના દિવસે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ તેને કહ્યું હતું કે, થાઇલેન્ડ મોકલાવેલા પાર્સલમાં ડ્રગ્સ મળી આવ્યું છે. ત્યારબાદ બીજો ફોન કરી યુવતીને યેનકેન પ્રકારે ડરાવી ધમકાવીને જુદીજુદી એજન્સીઓનાં બનાવટી કાગળો બતાવ્યા હતા અને ફરિયાદીની વિગતોની પીડીએફ ફાઈલ પણ મોકલી આપી હતી. બાદમાં તેના બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયા આરબીઆઇમાં જમા કરાવવા પડશે. વેરિફિકેશન બાદ રૂપિયા પરત મળશે તેમ કહીને બેંક એકાઉન્ટમાં જમા રૂપિયા તેમજ પર્સનલ લોન એમ કુલ રૂપિયા 4 લાખ 92 હજાર પડાવી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *