અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના સુવર્ણ દરવાજાની પ્રથમ તસવીર સામે આવી છે. આ દરવાજો લગભગ 8 ફૂટ ઊંચો અને 12 ફૂટ પહોળો છે. આ મંદિરનો સૌથી મોટો દરવાજો છે. આગામી 3 દિવસમાં વધુ 13 દરવાજા લગાવવામાં આવશે.
રામ મંદિરમાં કુલ 46 દરવાજા લગાવવામાં આવશે. તેમાંથી 42ને 100 કિલો સોનાથી કોટેડ કરવામાં આવશે. સીડીની નજીક 4 દરવાજા હશે. આના પર સોનાનું પડ નહીં હોય. આ દરવાજા મહારાષ્ટ્રના સાગના લાકડામાંથી બનાવવામાં આવ્યા છે. હૈદરાબાદના કારીગરોએ તેના પર કોતરણીનું કામ કર્યું છે.
આ પછી તેમના પર તાંબાનું પડ ચડાવવામાં આવ્યું. ત્યારબાદ સોનાનું પડ લગાવવામાં આવ્યું. રામલલ્લાનું સિંહાસન પણ સોનાથી બનેલું હશે. આ કામ પણ 15 જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થઈ જશે. મંદિરનો શિખર પણ સોનાનો બનશે, પરંતુ આ કામ હાલ પૂર્ણ નહીં થાય.