સારા-વિકી લોકો પર પોતાનો જાદુ ચલાવવામાં સફળ રહ્યા છે. આ સાથે તેને ઓપનિંગ ડે પર 5.49 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારે હવે ‘ઝરા હટકે ઝરા બચકે’ ફિલ્મના ચોથા દિવસના કમાણીના આંકડા સામે આવી ગયા છે.
વિકી કૌશલ અને સારા અલી ખાન સ્ટારર ‘ઝરા હટકે ઝરા બચકે’2 જુનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. સારા-વિકી લોકો પર પોતાનો જાદુ ચલાવવામાં સફળ રહ્યા છે. આ સાથે તેને ઓપનિંગ ડે પર 5.49 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ‘ઝરા હટકે ઝરા બચકે’ ફિલ્મે ત્રીજા દિવસના બોક્સ ઓફિસ પર 9.90 કરોડની કમાણી કરી હતી. ત્યારે હવે આ ફિલ્મના ચોથા દિવસનો કમાણીનો આંકડો સામે આવી ગયા છે.
સારા-વિકીની ફિલ્મ ‘ઝરા હટકે ઝરા બચકે’ની કમાણીમાં ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને ‘ઝરા હટકે ઝરા બચકે’ના બોક્સ ઓફિસ કલેક્શન વિશે માહિતી આપતા લખ્યું કે, ફિલ્મ… શુક્ર 5.49 કરોડ, શનિ 7.20 કરોડ, રવિ 9.90 કરોડ, સોમ 4.14 કરોડ. કુલ: ₹26.73 કરોડ.