રાજકોટ મનપા દ્વારા કાળઝાળ ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખી જાહેર જનતા માટે હીટવેવ અને પાણીજન્ય રોગચાળાથી બચવા સૂચનો આપ્યા હતા. તેમજ છેલ્લા એક સપ્તાહમાં રોગચાળામાં નજીવો વધારો થયાનું અને 1409 કેસ નોંધાયાનું જાહેર કરાયું છે. જેમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના 1-1 કેસનો પણ સમાવેશ થાય છે.
શરદી-ઉધરસના 548, સામાન્ય તાવના 684, ઝાડા-ઊલટીના 171, ટાઇફોઇડ તાવના 1, કમળો તાવના 3, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના 1-1 કેસ મળી કુલ 1409 કેસ નોંધાયા છે. અન્ય 569 પ્રિમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, ભંગારના ડેલા, સેલર, હોલ વાડી વગેરે)નો મચ્છર ઉત્પત્તિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પત્તિ સબબ રહેણાકમાં 179, કોમર્સિયલ 95 આસામીને નોટિસ અપાઇ છે.