સ્વામિનારાયણ ગુરુકુળની સ્કૂલબસનો ડ્રાઈવર દારૂડિયો

રાજકોટના રીબડા સ્વામિનારાયણ ગુરુકુળની સ્કૂલ બસનો ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો છે. આ બેફામ ડ્રાઇવરે નશાની હાલતમાં સ્કૂલ બસ ચલાવી રીબડા SGVPના 14 વિદ્યાર્થીના જીવ જોખમમાં મૂક્યા હતા. આ બેફામ આટલેથી ના અટક્યો તે નશામાં વિદ્યાર્થીઓ સાથે ગાળાગાળી પણ કરતો હતો. પોતાના બાળકને બસમાં મુકવા આવનાર વાલીએ તેને રંગેહાથ ઝડપી પોલીસને હવાલે કરી દીધો, જેથી કોઇ અઘટિત ઘટના બને તે પહેલા જ તે ઝડપાઈ ગયો હતો.

રીબડાની SGVP ગુરુકુળના વિદ્યાર્થીઓને શહેરના કોઠારિયા રોડ પરથી સ્કૂલબસમાં લઈ જતો ડ્રાઇવર દારૂના નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું. ડ્રાઇવરનું વર્તન જોઇ વિદ્યાર્થીઓ હતપ્રભ થઈ ગયા હતા. બાદમાં પોલીસ ત્યાં આવી પહોંચી અને ડ્રાઇવર હિતેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે વિવાદ વધતા સ્કૂલે વાલીઓની માફી પણ માગી છે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે, આજે જાહેર રજાના દિવસે પણ શાળા ચાલુ રાખવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *