કુવાડવા નજીક બંધ ટ્રક પાછળ રિક્ષા ઘૂસી જતાં ચાલકનું મોત

રાજકોટના કુવાડવાગામ પાસેના તરઘડિયા ગામે રહેતા શૈલેષ સુરાભાઇ કરમટા (ઉ.વ.20)તેની રિક્ષા લઇને જતો હતો ત્યારે બેડી ચોકડી પાસે બંધ ટ્રક સાથે પાછળથી રિક્ષા ઘૂસી જતા તેને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજતા બી-ડિવિઝન પોલીસ મથકના જમાદાર કોઠિવાળ સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી તપાસ કરતા મૃતક એક બહેન એક ભાઇમાં મોટો અને એકના એક પુત્ર હોવાનું અને રિ્ક્ષા ચલાવી પરિવારને મદદ કરતો હોવાનું પરિવારે જણાવતા પોલીસે મૃતક શૈલેષના પિતાની ફરિયાદ પરથી હાઇવે રોડ પર બેરિકેટ કે કોઇને ખ્યાલ ન પડે તે રીતે પાર્ક કરનાર ટ્રકચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *