નાયબ કલેક્ટરે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું

રાજકોટમાં 15 ઓગસ્ટના શહેર કક્ષાની ઉજવણી ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં અધિક નિવાસી કલેક્ટર ચેતન ગાંધીના અધ્યક્ષસ્થાને સવારે 9 વાગ્યે થશે. રાષ્ટ્રીય પર્વ એવા સ્વતંત્રતા દિનની શહેર કક્ષાના કાર્યક્રમની સાથે શહેર કક્ષાના કાર્યક્રમનું સુચારૂ આયોજન થાય તે માટે મંડપ, ડેકોરેશન અને રોશની, પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા, વૃક્ષારોપણ, પરેડ, ફ્લેગ માર્ચ, ગ્રાઉન્ડ, ધ્વજ પોલ, બેરીકેટ, સાઉન્ડ સિસ્ટમ, પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા, આરોગ્ય વ્યવસ્થાઓ, ડાયસ, નિમંત્રણ કાર્ડ વગેરે વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને સૂચના આપવામાં આવી હતી. લોકોમાં રાષ્ટ્રભક્તિ જાગે તે માટે રાષ્ટ્રીય પર્વ અંગે વધુમાં વધુ પ્રસાર-પ્રચાર થાય, સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશભક્તિ તેમજ યોગને મહત્વ આપવામાં આવે, રાષ્ટ્રભક્તિના પર્વમાં શહેરમાંથી વધુને વધુ લોકો સહભાગી બને, તે પ્રકારનું આયોજન કરવા નાયબ કલેક્ટરે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *