દેશી દારૂના વિવાદના બીજે જ દિવસે યુનિ.એ ટોબેકો ફ્રી કેમ્પસની ગાઈડલાઈન જાહેર કરી

દેશી દારૂની ભઠ્ઠી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નહીં પરંતુ અન્ય સ્થળે પકડાઈ હતી, પરંતુ આ વિવાદ બાદ બીજે જ દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ યુજીસીના ટોબેકો ફ્રી કેમ્પસ અંગેનો 51 પાનાંનો સર્ક્યુલર વેબસાઈટ પર અપલોડ કરી દીધો છે.યુજીસીએ દેશભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓને કડક સૂચના આપી છે કે તમાકુ મુક્ત કેમ્પસ માટે લાગુ થતી માર્ગદર્શિકાનું 100 ટકા પાલન કરવું જોઈએ. કેમ્પસમાં કોઈપણ સ્વરૂપમાં તમાકુનો ઉપયોગ થવો જોઈએ નહીં. કેમ્પસની આસપાસ તમાકુ ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ છે તેની ખાતરી કરવા માટે પણ કડક પગલાં લેવા જોઈએ. 11 સપ્ટેમ્બરના રોજ યુજીસીએ તમામ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો અને કોલેજોના આચાર્યોને પત્ર લખ્યો છે કે, યુવાનોમાં તમાકુનું વ્યસન ખૂબ જ ચિંતાનો વિષય છે. યુજીસીએ વિદ્યાર્થીઓમાં ઈ-સિગારેટના વધતા વ્યાપ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.

યુજીસીએ ગ્લોબલ યૂથ ટોબેકો સરવે 2019નું ઉદાહરણ આપીને કહ્યું કે, 13થી 15 વર્ષના 8.5% વિદ્યાર્થીઓ કોઈને કોઈ સ્વરૂપે તમાકુનો ઉપયોગ કરે છે. દર વર્ષે 5500થી વધુ બાળકો તમાકુનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. ગ્લોબલ એડલ્ટ ટોબેકો સરવે સૂચવે છે કે 55% આજીવન તમાકુના વપરાશકારો 20 વર્ષની ઉંમર પહેલા શરૂ થાય છે. ઈલેક્ટ્રોનિક્સ સિગારેટ પણ DNA નુકસાન, કેન્સર, શ્વસન, કાર્ડિયોવેસ્ક્યુલર અને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર સહિતના સ્વાસ્થ્યનું જોખમ ઊભું કરે છે. વિદ્યાર્થીઓના અભ્યાસના પરિણામો પર નકારાત્મક અસર કરી શકે છે. આગામી પેઢીના શિક્ષકો અને વાલી તરીકે આપણા યુવાનોને આ જોખમોથી બચાવવા માટે નિર્ણાયક પગલાં લેવાની આપણી સામૂહિક જવાબદારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *