રાજકોટ કારખાને કામ કરવા ગયેલી દીકરી ઘરે ન આવી

રાજકોટના સોરઠીયાવાડી સર્કલ વિસ્તારમાંથી 17 વર્ષની સગીરાને તેના ઘર નજીક જ રહી મંડપ સર્વિસનું કામ કરતો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી જતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સગીરાના પિતા રિક્ષાચલાવી પરિવારનું ગુજરામ ચલાવે છે તેમને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ઈન્દ્રજીત ઉર્ફે દેવો વિક્રમસિંહ પટેલનું નામ આપ્યું છે.

સગીરાના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ રિક્ષા ડ્રાઈવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક પુત્ર છે. જેમાં મોટી દીકરી 17 વર્ષની છે. તેમની સગીર પુત્રી તેમના ઘર પાસે આવેલા કારખાનામાં કામ પર જાય છે. ગઈ તા.23.06.2024ના રોજ તેમની પુત્રી કારખાને ગયા બાદ જમવા માટે ઘરે આવેલા અને તેમના સાસુને કારખાને જવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ સાંજના સાત વાગ્યા સુધી પુત્રી ઘરે ન આવતા તેઓ કારખાને ગયેલા પણ ત્યાં તાળુ મારેલું હતું, જેથી તેઓએ કારખાનાના મેનેજરના ઘરે ગયેલો અને તેમની દીકરી વિશે પૂચ્છા કરી હતી.

કારખાનાના મેનેજરે જણાવેલું કે, તમારી દીકરી બપોર બાદ કારખાને આવેલી જ નથી. જે બાદ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા તેમની દીકરી મળી આવેલી ન હતી. જે બાદ ગઈકાલે તેમની પુત્રી જે કારખાનામાં કામ કરે છે, તે કારખાનાની પાછળના ભાગે કોઠારીયા મેઈન રોડ પર આવેલા મોબાઈલની દુકાનના સીસીટીવી તપાસ કરતા તેમની પુત્રી સોરઠીયાવાડી સર્કલ બાજુ જતી જોવામાં આવેલી હતી. તેમજ તેમની સામે આવેલા કૈલાશ મંડપ સર્વિસમાં કામ કરતા ઈન્દ્રજીત ઉર્ફે દેવો તેમની પુત્રી સાથે વીડિયોકોલમાં વાત કરતો હોય તેવુ મંડપ સર્વિસના માલિકે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *