કોર્ટે આરોપી મયૂરના રેગ્યુલર જામીન ફગાવ્યા

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળમાં યુવતી પર દુષ્‍કર્મ ગુજારવાના ગુનામાં પોલીસ ધરપકડની દહેશતથી નારાયણસ્‍વરૂપ સ્‍વામીએ કરેલી આગોતરા જામીન અરજી જેતપુર અદાલતે મંજૂર કરી છે. જ્યારે ઝડપાયેલા આરોપી મેનેજર મયુરની રેગ્‍યુલર જામીન અરજી ફગાવી દેવામાં આવી છે.

રાજકોટ શહેરમાં રહેતી અને પ્રાઈવેટ નોકરી કરતી 30 વર્ષીય યુવતી સાથે ઉપલેટાના ખીરસરા ઈંટીયા ગામે આવેલા સ્‍વામીનારાયણ ગુરૂકુળના ધર્મસ્‍વરૂપદાસ સ્‍વામીએ મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી ખોટી રીતે લગ્નનું નાટક કરી અવારનવાર હવસનો શિકાર બનાવ્‍યાની ભાયાવદર પોલીસ સ્‍ટેશનમાં દુષ્‍કર્મની ફરિયાદ નોંધાઈ છે. જેમાં મહિલાએ ફરિયાદમાં એવું પણ કહ્યું છે કે, સ્‍વામી થકી તેને ગર્ભ રહી જતાં હોસ્‍ટેલના સંચાલક મયુર કાસોદરીયા સાથે પ્રેગનન્‍સી કીટ અને ગર્ભપાતની દવાઓ મોકલાવી ગર્ભપાત કરાવ્‍યા હતો. સમગ્ર બનાવમાં નારાયણસ્‍વરૂપદાસ સ્‍વામી અને હોસ્‍ટેલ સંચાલક મયુર કાસોદરીયા અને ધર્મસ્‍વરૂપદાસ સ્‍વામીએ કોઇને જાણ નહીં ક૨વા ધમકીઓ આપી હોવાની ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

હાલ જેલ હવાલે રહેલા આરોપી હોસ્ટેલ મેનેજર મયુર કાસોદરીયાએ રેગ્‍યુલર અને સ્‍વામિ નારાયણ સ્‍વરૂપદાસએ પોલીસ ધરપકડની દહેશતથી આગોતરા જામીન અરજી જેતપુરના એડિશનલ ડિસ્‍ટ્રિક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ લીલાભાઈ ચુડાસમાની અદાલતમાં કરી હતી. જે અરજીની સુનાવણી ચાલવા પર આવતા કોર્ટે તપાસ કરનાર અધિકારીના સોગંદનામામાં રજૂ થયેલા વીડિયો ક્‍લિપ અને તપાસના કાગળ જોતા મેનેજર મયુર ભોગ બનનાર મહિલાને તેડવા મુકવા તથા અન્‍ય વ્‍યવસ્‍થા કરવા ગયેલા હોય તથા ગર્ભપાત વખતે દવાઓ આપવા પણ ગયેલા હોય તે હકીકતને દલીલને ધ્‍યાને લઈ મેનેજર મયુરની રેગ્‍યુલર જામીન અરજી રદ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *