રાજકોટમાં વર્ષ 2023માં થયેલ હત્યા કેસમાં કોર્ટે આરોપી અમિત ઉર્ફે ટકાને નિર્દોષ છોડી મુકવા કર્યો હુકમ

રાજકોટમા વર્ષ 2023માં થયેલ હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપી અમિત ઉર્ફે ટકો કિશોરભાઈ રાઠોડને નિર્દોષ છોડી મુકવા સેશન્સ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

ગત તા.13.08.2023 ના રોજ આરોપી તથા મૃતક ભરતભાઈ ચનાભાઈ એંધાણી તથા સાહેદો લાલુભા જાડેજાની વાડીએ ઉભો પાક સુકાતો હોય જેથી મદદ કરવા માટે પ્લાસ્ટીકની પાણીની પાઈપ લાઈન નાખવાનું કામ પૂર્ણ કરી સાહેદ લાલુભા જાડેજાએ તેની વાડીમાં જમણવાર ગોઠવેલ હતો જેથી ઉપરોકત તમામ વ્યક્તિઓ જમવા બેઠા હતા ત્યારે આરોપી અમિત ઉર્ફે ટકો કિશોરભાઈ રાઠોડએ ભરતભાઈ સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી કરી ઉશ્કેરાઈ જઈ પોતાની રીક્ષામાંથી છરી કાઢી હાથમાં કોણી પાસે મારી જીવલેણ હુમલો કરી ભરતભાઈનું મોત નિપજાવ્યું હતું. બનાવ અંગેની ફરીયાદ મૃતકના ભાઈ મુકેશભાઈ એંણાણીએ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ કેસ કોર્ટમાં ચાલી જતા ફરિયાદ પક્ષે ફરીયાદી તથા છ નજરે જોનાર સાહેદો, સ્થાનિક જગ્યાના પંચો, હથિયાર કબ્જે કર્યાના પંચો, પોસમોર્ટમ કરનાર ડોકટર અને તપાસનીશ અધીકારીને તપાસેલા હતા. આરોપીના વકીલે દલીલ કરી હતી કે, મૃતકને કોણીમાં છરી મારવાનો આક્ષેપ છે પોસમોર્ટમ નોટ તથા ડોકટરની જુબાનીમાં કોણીમાં છરી મારવાની ઈજાના કારણે મૃત્યુ થયેલ હોય તેવું ચોકકસપણે સાબિત થતું નથી. નજરે જોનાર સાહેદોની જુબાનીમાં વિરોધાભાષ છે. જેનાથી મૃતકનું ખુન કરેલ છે તેવુ રેકર્ડ ઉપર આવતું નથી અને FSLના રીપોર્ટથી પણ હત્યાના બનાવને સમર્થન મળતું નથી. જેથી આરોપીને નિર્દોષ છોડી મુકવાની રજુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *