છેલ્લા થોડા સમયથી રાજ્યભરમાં ચકચાર મચાવનાર જૂનાગઢના સાધુ સંતોના વિવાદ મામલે ભાજપના નેતા ગિરોશ કોટેચાએ વિવાદના સુખદ અંત માટે અપીલ કરી હતી, જેની સામે હવે ગઈકાલે મહેશગીરીએ ગિરીશ કોટેચાને પણ આડે હાથ લઇ તેમના પર આક્ષેપો કર્યા હતા. આ આક્ષેપોને નકારતા આજે ગિરીશ કોટેચાએ પત્રકાર પરિષદ બોલાવી બધા જ આક્ષેપો પાયાવિહોણા ગણાવી આક્ષેપોને ફગાવી મહેશગીરી સામે અંબાજી મંદિરની જગ્યા પચાવી પાડવા ષડયંત્ર કરત હોવાનો વળતો આક્ષેપ કર્યો છે. આ ઉપરાંત જયારે આખા મામલામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના ચાર IAS અધિકારીઓ સામે આક્ષેપો કરતા સરકારને આ મામલે ન્યાયિક તપાસ કરવા માટે અપીલ કરી છે.
જૂનાગઢના નેતા ગીરીશ કોટેચાએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધન કરતા જણાવ્યું હતું કે, મહેશગીરી જુનાગઢના સાધુ સંતોની ગાદીઓ પર નજર નાંખતા પહેલા પોતાના ગિરેબાન પર નજર નાંખે. જુનાગઢના ગુરૂદતાત્રેયના કમંડળકુંડના અમૃતગીરી બાપુના સંપર્કમાં આવ્યો અને મહેશગીરી અમૃતગીરી બાપુની નજીક આવ્યો. કમંડળકુંડના અમૃતગીરીનું અવસાન થયું તે પણ શંકાના દાયરામાં છે. મહેશગીરી ત્યારબાદ ગાદીપતિ બન્યો અને તેના હાથના કમંડળકુંડ અને ભેસાણમાં અમૃતગીરીની જગ્યાનો કબ્જો લઈ લીધો હતો.