રાજકોટ ડેકોરેશનના કોન્ટ્રાક્ટર પર બેદરકારીનો ગુનો નોંધાયો ​​​​​​​

હીતેશભાઇ વિનયચંદ્ર માકડીયા (ઉ.વ.53)ની ફરીયાદ પરથી ડેકોરેશનના કોન્ટ્રાક્ટર ધવલ રમેશભાઇ વસોયા સામે બેદરકારી અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી હીતેશભાઇએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતુ કે, પુત્ર રોનક છેલ્લા એકાદ વર્ષથી ડેકોરેશનના કોન્ટ્રાક્ટર ધવલભાઇ વસોયા સાથે કામ કરતો હતો.

ગઇ તા.30 સપ્ટેમ્બરના રોજ પુત્ર રોનક મારવાડી યુનિવર્સિટીમાં કાર્યક્રમ હોવાથી ત્યાં ટ્રસ્ટ ફિટીંગ કરવા ગયો હતો અને ત્યાર બાદ કાર્યક્રમ પુરો થઇ જતા તા.1 ઓક્ટોબરના રોજ સાંજે ડાંડીયા રાસની પ્રેકટિશ કરવા જાઉ છું અને મારવાડી યુનિવર્સિટીમાં થાંભલા છોડવા જવાનો કહીં ઘરેથી ગયો હતો. ત્યારબાદ મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ ધવલભાઇ વસોયાનો ફોન આવ્યો હતો અને તેમણે જણાવ્યું હતુ કે, રાત્રીના સમયે પોતે તેઓ ટ્રસ્ટ (થાંભલી) છોડતો હતો ત્યારે અચાનક નીચે પડતા તેમને ઇજાગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતા જ્યાં રોનકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના મામલે સીસીટીવી તપાસતા હકીકત જાણવા મળી હતી કે, મારવાડી યુનિવર્સિટીમાં કાર્યક્રમ પુરો થતા રોનક ત્રીજો થાંભલો છોડવવા માટે નાડુ ડોકે માટે થાંભલા ઉપર ચડ્યો હતો અને તે સમયે ધવલભાઇ નીચે બેલ્ટ બાંધવાનું કામ કરી રહ્યા હતા. ત્યારબાદ રોનક થાંભલા પરથી નીચે ઉતરે છે કે કેમ? તેની ખાતરી ર્ક્યા વગર થાંભલામાં આવેલી ક્રેક પીન કાઢી લઇ બેદરકારી દાખવતા પુત્ર રોનક 15 ફૂટ ઉંચે થાંભલા પરથી નીચે પટક્યો હતો અને તેને માથા પર અને મોઢા પર ગંભીર ઇજા થઇ હતી. આ ઘટના અંગે હકીક્ત જાણવા મળતા કુવાડવા પોલીસે ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *