જર્જરિત મકાનને સીલ મારી દેવાતા 696 પરિવારની હાલત કફોડી

696 જર્જરિત મકાનો મનપાએ સીલ કરી દીધા બાદ તેમાં રહેતા પરિવારોની હાલત અત્યંત કફોડી બની છે ત્યારે અસરગ્રસ્તોને મનપાના જે ખાલી ફ્લેટ છે તેમાં રહેવા માટે આશરો આપવો જોઈએ તેવી મનપાના પદાધિકારીઓ જણાવ્યું હતુ કે મંગળવારે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદેદારો મુખ્યમંત્રીને મળ્યા હતા અને જે પરિવારોનો આશરો છીનવાઈ ગયો છે તેઓને મનપાના જે ખાલી ફ્લેટ છે તેમાં રહેમરાહે અથવા તો સામાન્ય ભાડુ લઈને રહેવા દેવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ તેવી રજૂઆત કરી હતી.

સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં દૂધની ડેરી પાસે જે 696 ફ્લેટને હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ સીલ મારી દીધા છે અને આ પરિવારોની હાલત દયનીય બની છે ત્યારે આ બાબતે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા તેઓએ સચિવ કક્ષાના અધિકારી અશ્વીની કુમારને યોગ્ય કરવા સૂચના આપી દીધી છે હવે હાઉસિંગ બોર્ડના કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર આગામી એકાદ બે દિવસમાં જ આ મુદ્ે ચર્ચા કરશે અને મનપાના જે ખાલી ફ્લેટ પડ્યા છે તે 696 અસરગ્રસ્ત પરિવારોને કેવી રીતે રહેવા આપવા તે અંગે નિર્ણય કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *