મનપાની હાઇસ્કૂલોના નબળા પરિણામ અંગે કમિશનરે સૂચનો આપ્યા

રાજકોટ કોર્પોરેશન હસ્તકની હાઇસ્કૂલોના નબળા પરિણામો અંગે ઘણા વર્ષો બાદ ખુબ મ્યુ. કમિશનરે રસ લઇને રિવ્યૂ કર્યો છે. 6 શાળાઓમાં ધો. 9થી 12નો અભ્યાસ ચાલે છે. આથી જે શાળાઓના નબળા પરિણામો હોય ત્યાં શિક્ષકો અને આચાર્યોને વધુ મહેનત સાથે શાળામાં ખાનગી સ્કૂલની જેમ માસિક પરીક્ષા લેવા સૂચના આપી છે. મ્યુ. કમિશનર દેવાંગ દેસાઇએ પાયાની સેવા અને જરૂરીયાત જેવા મનપા સંચાલિત હાઇસ્કૂલના શિક્ષણ સ્તરમાં રસ લેતા વર્ષે લાખોનો પગાર લેતા શિક્ષકોને આચાર્યોની પરીક્ષા પણ થાય તેવું લાગી રહ્યું છે. મ્યુ. કમિશનરે આ અંગે મિટિંગમાં મહત્વના સૂચન કર્યા છે. પરંતુ તંદુરસ્ત હરીફાઇ માટે શાળાઓને પરિણામના આધારે ક્રમવાઇઝ રેન્ક આપવામાં આવે તો અભ્યાસ અને પરિણામનું સ્તર સુધારવામાં ઘણુ પ્રોત્સાહન મળી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *