સગર્ભા કેદીઓને તેમની જરૂરિયાત, કાળજી અંગે આયોગે માહિતી મેળવી

ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ, ગાંધીનગરના સભ્ય અમૃતાબેન અખિયાએ રાજકોટ જિલ્લાની આંગણવાડી, હોસ્પિટલ, મધ્યસ્થ જેલ, સીમશાળા, કસ્તુરબા બાલિકા વિદ્યાલય સહિતની સંસ્થાઓની મુલાકાત લઈ જરૂરી માહિતી મેળવી યોગ્ય સૂચનાઓ આપી હતી.

આ પ્રવાસ દરમિયાન રાજકોટની ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, હોમ ફોર બોયઝ, મુકારબા શેરી વિસ્તારની આંગણવાડી, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નંદઘર આંગણવાડી, ગોપાલધામ આશ્રમશાળા સહિતની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ બાળકોને અપાતી સુવિધા અંગે બાળકોને વ્યક્તિગત મળી વિગતવાર ચર્ચા કરી હતી.બાળકોનું ભાવિ ઉજ્જવળ બને, તે માટે પ્રયત્નો કરવા સ્ટાફ સાથે બેઠક યોજીને જરૂરી સૂચનાઓ આપી હતી. રાજકોટ ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ અને રાજકોટ મહાનગરની મધ્યસ્થ જેલમાં મહિલા કેદીઓ સાથે મુલાકાત કરી હતી. તેમજ સગર્ભા કેદીઓને તેમની જરૂરિયાત તેમજ યોગ્ય કાળજી અને વ્યવસ્થાઓ અંગે તેઓ સાથે સંવાદ કર્યો હતો. જસદણ પોલીસ સ્ટેશનમાં પોક્સોને લગતા ગુનાઓની વિગતો તથા ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ અંગે માહિતી મેળવી હતી. વધુમાં તેઓએ જસદણ સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વિભાગ, લેબર રૂમ, ઓ.પી.ડી. સહિત આરોગ્યલક્ષી પાયાની સુવિધાઓ અંગે જરૂરી ચર્ચા કરી અને સૂચનાઓ આપી હતી.રાજકોટ જિલ્લાના પ્રવાસ દરમિયાન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો.પ્રાર્થના શેરસિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અલ્પેશ ગોસ્વામી, ચીફ ઓફિસર ડો.મિલન પંડિત, સુરક્ષા અધિકારી દલસુખ ડેરવાળિયા સહિતના જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *