રાજકોટના ઈમિટેશનના વેપારીના સાળાને વીડિયો મોકલી વાઈરલ કરવાની ધમકી આપી

રાજકોટની સાગર સોસાયટીમાં રહેતાં ઇમિટેશનના ધંધાર્થીને તસવીરો વાઈરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ સમયાંતરે ટૂકડે ટૂકડે કુલ 95 હજાર રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં વધુ 5 લાખની માંગણી કરનાર બારગર્લ ખુશ્બુને ભક્તિનગર પોલીસે દિલ્હી ખાતેથી પકડી પાડી છે. બારગર્લને રાજકોટ લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી યુવતીએ વેપારી પાસેથી પડાવેલા રૂપિયા મોજશોખ માટે અને મિત્રને પણ આપ્યાનું રટણ પોલીસ સમક્ષ બારગર્લ દ્વારા કરવામાં આવ્યું હતું.

રાજકોટના કોઠારિયા રોડ પર સાગર સોસાયટીમાં રહેતા અને ઇમિટેશનનો ધંધો કરતા ઈમરાન યુનુશભાઈ ધાનાણીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિલ્હી રહેતી ખુશ્બુનું નામ આપ્યું હતું. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને ઈમિટેશનનો માલ લેવા માટે મુંબઈ અવારનવાર જવાનું હોય ત્યાં તનવેલમાં આરોહી નામની યુવતી સાથે પરિચય થયો હતો અને ત્યાં તેની સાથે અવારનવાર ફરવા પણ જતા હતા અને ત્યાં આરોહીની ફ્રેન્ડ મૂળ દિલ્હીની અને બેંગ્લોર રહેતી ખુશ્બુ મુંબઇ બારમાં બારગર્લ તરીકે કામ કરતી હતી. જે તેઓની સાથે અવારનવાર બહાર ફરવા આવતી હતી અને બન્ને બહેનપણી રાજકોટ પણ આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *