રાજકોટનાં રેલનગરમાં આવેલ લાલ બહાદુર શાસ્ત્રી ટાઉન શીપ પાસેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સ્થળે અજાણ્યો પુરુષ બેભાન હાલતમાં પડ્યો હોવાની જાણ થતાં 108ની ટીમ દોડી ગઈ હતી. અને આ પુરુષને જોઈ-તપાસીને મૃત જાહેર કર્યો હતો. 108નાં EMT બળદેવભાઈએ આ અંગેની જાણ કરતા પ્રદ્યુમનનગર પોલીસનો કાફલો દોડી ગયો હતો. અને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તેના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે.