રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયાને જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા ડુપ્લીકેટ મિનિટ્સ બુક બનાવવા બદલ ધરપકડ કરી રિમાન્ડ માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 6 દિવસના દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા જે આજ રોજ પૂર્ણ થતા મનસુખ સાગઠીયાને જેલ હવાલે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મનસુખ સાગઠીયા વિરુધ્ધ અપ્રમાણસર મિલ્કત અંગે એસીબીમાં ફરિયાદ નોંધાઇ હોવાથી આગામી દિવસોમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા મનસુખ સાગઠીયાનો જેલમાંથી કબજો મેળવવામાં આવશે.