ભારે વાહનો માટે ડ્રાઇવરોની વયમર્યાદા 25થી 58ની રહેશે

બુધવારના જીવલેણ અકસ્માતની ઘટનાના પગલે રાજકોટ મનપાની તમામ શાખા હસ્તક માલિકીના તેમજ કોન્ટ્રાક્ટ હેઠળના વાહનો માટે મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી નવા નીતિનિયમો ઘડવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનરે જારી કરેલા પરિપત્ર મુજબ ભારે વાહનો માટે ડ્રાઇવરોની વયમર્યાદા 25થી 58 વર્ષની રહેશે.

મનપાની તમામ શાખાને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ એક પરિપત્રથી સૂચિત કરેલ છે કે RMCની માલિકીના તેમજ કોન્ટ્રાક્ટ હેઠળના વાહનો તેમજ આઉટસોર્સિંગ સહિતની સેવા આપતા તમામ વાહનો માટે સુધારાત્મક પગલાંનું પાલન કરવાનું રહેશે. પરિપત્રમાં જણાવ્યા અનુસાર એજન્સી મારફત (RMCની માલિકીના વાહનોમાં લગત શાખા દ્વારા) કાર્યરત વાહનોની યોગ્ય ચકાસણી કરી RTO/માન્ય સંસ્થાઓ દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ દર વર્ષે 1 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે મેળવવાના રહેશે. ડ્રાઈવર પાસે ઓછામાં ઓછું 2 વર્ષ જૂનું લાઇસન્સ તથા અન્ય વાહનો માટે નિયમાનુસાર નિયત અનુભવ હોય તેને જ ફરજ પર રાખવાના રહેશે.

તેમજ આરએમસીને સેવા પૂરી પાડતી એજન્સી પાસેથી બિલની સાથે એક સોગંદનામું લેવાનું રહેશે. જેમાં તમામ ડ્રાઈવરો ફિઝિકલી ફિટ છે અને તેમની પાસે વેલિડ લાઇસન્સ છે તથા ડ્રાઈવરો પાસેથી નિયત કામના કલાકો (8)થી વધુ કામ લેવામાં આવતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *