આરોપી રાજસ્થાન બોર્ડરથી દારૂ ભરી જતો હતો

રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ ટીમ આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારના આટકોટ ગોંડલ રોડ પર હતા ત્યારે બાતમી આધારે ફોર્ચ્યુનર કારને અટકાવી તપાસ કરતા કારમાંથી બે આરોપીઓને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 888 બોટલો સાથે પકડી પડયા હતાં. આરોપીઓના નામ પૂછતાં તેમને નરેશકુમાર પહાડજી પુરોહિત, ગુલાબખા અનવરભાઈ મુસ્લા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 3,10,800નો દારૂ, ફોર્ચ્યુનર કાર, 3 મોબાઈલ ફોન સહિત રૂ. 23,45,800નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે આરોપીઓની વધુ પુછપરછ હાથ ધરી સપ્લાયર અંગે માહિતી મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ રાજસ્થાન બોર્ડરથી દારૂ ભરી જતો હતો. અમરેલી-બાબરા તરફ લઈ જવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *