સાધુવાસવાણી રોડ પર રહેતી મહિલાએ ફરિયાદ કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેના 2006માં લગ્ન થયા હતા અને તેના મોટા પુત્રનો જન્મ થયો હતો, બાદમાં તેના પતિનું મોત થયા બાદ તે માવતરના ઘેર રાજકોટ આવી હતી અને છેલ્લા દસેક વર્ષ પૂર્વે યાસીન ઉર્ફે ભૂરા સાથે પરિચય થયા લીવ ઇન રિલેશનશિપમાં સાથે રહેતી હોય જેથી તેના થકી બે સંતાન થયા હતા બાદમાં યાસીન ગુજસીટોકના ગુનામાં જેલહવાલે થયો હતો. જેલમાંથી બહાર આવ્યા બાદ નશો કરવાની કુટેવ હોય અવાર-નવાર મારકૂટ કરતો અને મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતો હોય અગાઉ પોલીસમાં ફરિયાદ કરી હતી.
તા.28-3ના રોજ યાસીનનો ફોન આવ્યો હતો અને મારી પુત્રીને મારા ઘેર મોકલ અને મારે તારું કંઇ કામ નથી જેથી મહિલાએ કહ્યું કે તું અહીં આવીને તેડી જા, સાંજના તે પુત્રીને લઇ ગયો હતો અને રાત્રીના ફોન કરી હવે મારી દીકરીને તમે લોકો તેડવા આવતા નહીં જેથી તેનો મોટો પુત્ર બાળકીને તેની વસ્તુ આપવા માટે ગયો હતો ત્યારે બાળકીએ કહ્યું હતું કે, ડેડીએ કહ્યું કે હવે તારી મમ્મી પાસે જતી નહીં તેમ કહી લાફા માર્યા હતા. જેથી ઘેર આવી પુત્રએ વાત કરતા મહિલાએ ફોન કરી યાસીનના ભાઇની પત્ની નજમાને ફોન કરી પૂછતા તેને પુત્રી બીમાર હોવાનું જણાવતા તેને યાસીનને ફોન કરી પુત્રીને આમ ન મરાય તેમ વાત કરતા તેને યાસીને કહ્યું કે તું આવીશ તેા તને પણ મારીશ કહી ધમકી આપી છે.