સુરતમાં પાડોશીએ ચોરી કર્યાની શંકામાં રૂમમાં લઈ જઈ પાઈપ અને લાતો મારતા મોત

સુરતમાં ત્રણ ભાઈએ સાથે મળીને તેના જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે. પાંડેસરામાં કામ પરથી આવી યુવક મિત્રના રૂમમાં સૂઇ ગયો હતો. જે બાદ મિત્રની માતા આવતા તેણે ઘરનો સામાન ઓછો લાગતા યુવકને ચોરી કર્યા અંગે પૂછ્યું હતું. જેથી યુવકે ચોરી ન કરી હોવાનું જણાવી પોતાના રૂમમાં જતો રહ્યો હતો. જે બાદ ત્રણેય દીકરાઓ આવતા માતાએ ઘરનો સામાન ચોરી થયાનું જણાવ્યું હતું. જેથી ત્રણેય ભાઈએ યુવકને સામાન ચોરી કર્યાના વહેમમાં રૂમમાં પૂછપરછ માટે બોલાવ્યો હતો. જ્યાં ત્રણેયે ભેગા મળીને યુવકને લાતો અને પ્લાસ્ટિકના પાઈપથી ઢોરમાર મારતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. જે બાદ ત્રણે ભાઈઓ લાશને ઘરમાં જ છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે ત્રણેય ભાઈની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ પાસેથી મળતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશ બાંદાનો વતની 40 વર્ષીય અરવિંદ ઉર્ફે રઘુ પ્રહલાદ નિશાદ છેલ્લાં 20 વર્ષથી સુરતમાં રહી પથ્થર પોલિશનું કામ કરતો હતો. અગાઉ તે પાંડેસરા આશાપુરી સોસાયટીમાં મિત્રો સાથે રહેતો હતો. બાદમાં દિવાળી અગાઉ તે પાંડેસરા દીપકનગર સોસાયટી પ્લોટ નં.82ના બીજા માળે ભાડાની રૂમમાં મિત્રો સાથે રહેવા ગયો હતો. ગત બપોરે 12 વાગ્યે તે કામ પરથી આવીને બાજુના રૂમમાં રહેતી ગોમતીદેવીના રૂમમાં સૂઈ ગયો હતો. થોડા સમય બાદ ગોમતીદેવી આવતા તેને ઘરમાં વાસણ ઓછા લાગ્યાં હતાં. જે બાદ તેણે અરવિંદ ઉર્ફે રઘુને તેં ચોર્યા છે? તેમ પૂછ્યું હતું. જેનો જવાબ આપતા અરવિંદે ના પાડી હતી અને ત્યાંથી ચાલ્યો ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *