એક્ટિવા પર જતા પરિવારને કારે ઉલાળ્યા

આણંદના બોરસદ-રાસ રોડ ઉપર એક ભયંકર અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક્ટિવા પર બેસીને જઈ રહેલા પરિવારને સ્વિફ્ટ કારે ફૂટબોલની જેમ રોડ પર ઉછાળ્યા હતા. જેથી પિતા તેમજ બે પુત્રીઓ રોડ પર નીચે પટકાયાં હતાં. જ્યારે માતા 15 ફૂટ ઊછળી રોડથી દૂર બાવળિયામાં ફંગોળાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે પિતાનું સારવારમાં મોત થયું હતું. તેમજ માતા અને એક પુત્રી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માતને પગલે રોડ પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. તેમજ આ અકસ્માતના હચમચાવી નાખતા CCTV પણ સામે આવ્યા છે. જેમાં સેકન્ડની ભૂલ મોતના માતમમાં ફેરવાઈ હોય તેવું સાફ સાફ જોવા મળી રહ્યું છે

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ મહેસાણામાં ટ્રકે એક રિક્ષાને ટક્કર મારતા એક જ ગામના ચાર લોકોનાં મોત થયા હતા. ત્યારે આજે આણંદ જિલ્લામાંથી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક પરિવારનો માળો વિખેરાયો હતો. એક્ટિવા પર જઈ રહેલા પરિવારને એક કારચાલકે અડફેટે લીધા હતા. કારચાલકે જોરદાર ટક્કર મારતા માતા-પિતા અને બે પુત્રી ફંગોળાઈ ગયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *