ઇલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા હાલમાં ભારતમાં કાર બનાવવાનું આયોજન કરી રહી નથી. ભારે ઉદ્યોગ મંત્રી એચ.ડી. કુમારસ્વામીએ સોમવારે કહ્યું હતું કે ટેસ્લા ફક્ત બે શોરૂમ ખોલવા માગે છે અને તેને ઉત્પાદનમાં કોઈ રસ નથી.
કંપનીએ મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં શોરૂમ માટે જગ્યા નક્કી કરી છે અને 25થી વધુ લોકોની ભરતી પણ કરી છે, પરંતુ સ્થાનિક ઉત્પાદન હાલમાં કંપનીના એજન્ડામાં નથી.
ઇલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ડાયરેક્ટ-ટુ-કસ્ટમર (D2C) બિઝનેસ દ્વારા ભારતમાં પ્રવેશ કરશે. આનો અર્થ એ થયો કે ભારતમાં કાર બનાવવાને બદલે, કંપની તેમને સીધા અમેરિકાથી આયાત કરશે અને તેના ભારતીય સ્ટોર્સમાંથી વેચશે. કંપની પછીથી ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની અને કારનું ઉત્પાદન કરવાની યોજના બનાવશે.