ઇઝરાયલમાં જેરુસલેમના બાહ્ય વિસ્તારમાં ભયાનક આગ

ઇઝરાયલી શહેર જેરુસલેમની બહાર બુધવારે આગ લાગી હતી. આ આગ એશ્તાઓલના જંગલમાં લાગી છે અને ઝડપથી ફેલાઈ રહી છે.

આનાથી ઘણા રસ્તાઓ પણ પ્રભાવિત થયા છે, જેના કારણે લોકોને પોતાના વાહનો રસ્તા પર છોડીને ભાગવું પડ્યું છે.

સરકારે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સેના તૈનાત કરી છે. આ ઉપરાંત, ઘણા રહેણાંક વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આ આગ ઓછામાં ઓછી પાંચ જગ્યાએ ફેલાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *