ઉત્તર-પશ્ચિમના પવનો શરૂ થતાં રાજકોટમાં ગરમીનો પારો 2.6 ડિગ્રી ઘટ્યો છે. પરંતુ, લઘુતમ તાપમાનમાં માત્ર 1 ડિગ્રીનો ઘટાડો થયો હતો. હજુ 3થી 4 દિવસ ગરમીથી રાહત રહેવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
બુધવારે રાજકોટનું મહત્તમ તાપમાન 38.1 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદનું મહત્તમ તાપમાન એક જ દિવસમાં 3.3 ડિગ્રી ગગડીને 38.2 ડિગ્રી નોંધાયું હતું. આગામી 3થી 4 દિવસો દરમિયાન મહત્તમ તાપમાન 37થી 40 ડિગ્રી વચ્ચે જયારે લઘુતમ તાપમાન 23થી 25 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં મોટો ફેરફારનોંધાશે નહીં.