ઇન્સ્ટાગ્રામથી પ્રેમમાં ફસાવી સગીરાનું અપહરણ કરી કિશોરે આચર્યું દુષ્કર્મ

કોઠારિયા રોડ પર એક વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતાં આધેડની 13 વર્ષની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી ભગવતીપરા વિસ્તારમાં રહેતો કિશોર તેના મોટર સાઇકલમાં બેસાડી પુત્રીનું અપહરણ કરી તેના મકાનમાં લઇ જઇ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં તે તેમજ તેની પત્ની અને પુત્રી ઘેર હતા ત્યારે અમે જમીને બપોરે સૂઇ ગયા હતા અને પુત્રી ઘર પાસે આવેલી કેબિને નાસ્તો લેવાનું કહી ગયા બાદ પરત આવી ન હતી અને તે કાર લઇને ધંધો કરવા માટે બહાર જતાં રહ્યા હતા.

દરમિયાન રાત્રીના મારી પત્નીએ ફોન કર્યો હતો અને ભક્તિનગર પોલીસ મથકે જલ્દી આવો તેમ કહેતાં તે પોલીસ મથકે ગયા હતા અને તપાસ કરતાં તેની પત્ની, પુત્રી અને બે મિત્ર ત્યાં ઊભા હોય જેથી મારી પત્નીને પૂછતા આપણી પુત્રી બપોરે નાસ્તો લેવા ગઇ હતી. બાદમાં મોડે સુધી પરત ઘેર નહીં આવતા પાડોશીએ કહ્યું કે, તમારી પુત્રી કોઇ છોકરા સાથે મોટરસાઇકલમાં બેસી જતી હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેની પુત્રી ઘેર આવતા તેને ક્યાં ગઇ હોવાનું પૂછતા તેને બહેનપણીના ઘેર ગઇ હતી તેમ કહ્યું હતું.

બાદમાં પુત્રીએ જણાવ્યું હતું કે, તેને છેલ્લા 20 દિવસ દરમિયાન ભગવતીપરામાં રહેતા એક કિશોર સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે પરિચય થયો હતો. અને મોબાઇલ નંબરની આપ લે કરી હતી અને તેને પ્રેમજાળમાં ફસાવી બે દિવસ પહેલાં પણ ઘર પાસેથી મોટરસાઇકલમાં બેસાડી તેના મકાને લઇ જઇ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવ્યું હોય પિતાએ ફરિયાદ કરી હતી. પોલીસે આરોપીને સકંજામાં લઇ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *