વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારત ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગયું છે. ભારતીય ટીમ ચોથી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. આ પહેલાં ટીમ 1983, 2003 અને 2011માં આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી હતી. ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને 2019ની સેમિફાનલ મેચનો બદલો લીધો છે. હવે જો સેકન્ડ સેમિફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા જીતશે તો ફાઈનલમાં ભારત-ઓસ્ટ્રેલિયાનો મુકાબલો થઈ શકે છે. અને જો ફાઈનલમાં ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ થશે તો ભારત ઓસ્ટ્રેલિયા સામે 2003ના વર્લ્ડ કપની ફાઈનલનો બદલો લેવા ઈચ્છશે