ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 લીગ રમતમાં ભારતના હાથે પાકિસ્તાન ક્રિકેટ ટીમની વિનાશક હારથી તેમના સમર્થકો આઘાતમાં અને મૂંઝાયેલા છે. આ હાર માત્ર સામાન્ય હાર નહોતી; તે નિરાશાજનક પ્રદર્શન હતું. જ્યારે ઘણા ચાહકો ટીમના પ્રદર્શન પર સવાલ ઉઠાવી રહ્યા છે. એવામાં બીસીસીઆઈ પર આ અંગે વિચિત્ર આરોપ પણ મુકાયો છે.
પાકિસ્તાની ટીકટોકરનો દાવો છે કે BCCIએ અમદાવાદમાં પાકિસ્તાન પર કાળો જાદુ કરવા માટે તાંત્રિકને રાખ્યો હતો. જ્યારે આવા પ્રદર્શન પછી ટીકા અને આત્મનિરીક્ષણનો રિવાજ છે, ત્યારે આ આશ્ચર્યજનક વળાંકે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા છે. પાકિસ્તાની પત્રકાર અને ટિકટોકર હરીમ શાહે એક એવો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે જેણે વિશ્વભરના ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોનું ધ્યાન ખેંચ્યું છે. હરીમ શાહના જણાવ્યા અનુસાર, BCCIના માનદ સચિવ જય શાહે બાબર આઝમની આગેવાની હેઠળની ટીમની હારનું આયોજન કરીને ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ‘કાળો જાદુ’ કરવા માટે એક તાંત્રિકને કામે લગાડ્યો હતો.