મેઘરાજા મનમૂકીને ન વરસતા રાજકોટના 18 ગામમાં હજુ પણ ટેન્કરોના ફેરા ચાલુ

રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ગત એપ્રિલ માસની મધ્યથી ટેન્કરોના ફેરા દ્વારા પાણી વિતરણ થઇ રહ્યું છે અને ચોમાસાની સિઝન શરૂ થઇ ગયા બાદ પણ હજુ 18 ગામમાં પાણી વિતરણ માટે ટેન્કરના ફેરા ચાલુ છે ત્યારે પાંચ ઇંચ વરસાદ પડ્યા બાદ આ ટેન્કરના ફેરા બંધ કરાશે તેમ પાણી પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. કોટડાસાંગાણીના જૂના રાજપીપળા, નવી ખોખરી, અનિડા વાછરા, નવા રાજપીપળા, વીંછિયાના અજમેર, ઢેઢુકી, રાજકોટના હિરાસર, અમરગઢ ભીચરી, રામપરા-બેટી, સૂકી સાજડિયાળી, મહિકા, ગવરીદળ, ખોખડદળ, વીરડા-વાજડી, કાંગશિયાળી, કણકોટ, ધોરાજીના મોટી પરબડી, ભૂખી, વેગડી અને જસદણના દેવપરા ગામે 5000 લિટર ટેન્કરના 105 અને 10000 લિટર ટેન્કરના દૈનિક 31 ફેરા મારફત પાણી વિતરણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *