શું તમને ‘બાહુબલી’ની તમન્ના ભાટિયા યાદ છે? તેના વિશે એવી ચર્ચા છે કે તે અભિનેતા વિજય વર્મા સાથે લગ્ન કરી રહી છે. આ દિવસોમાં તેનું રજનીકાંત સાથેનું નવું ગીત ‘તુ આ દિલબરા’ પણ આવ્યું છે. ફિલ્મ ‘જેલર’નું આ ગીત સુપરહિટ થયું છે.
તમન્ના ભાટિયાનો જન્મ 1989માં થયો હતો. તે તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. 75થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકેલી તમન્નાએ ઘણા નામી એવોર્ડ જીત્યા છે.
2018માં, તમન્નાએ IPLની ઓપનિંગ સેરેમનીમાં 10 મિનિટના ડાન્સ માટે 50 લાખ રૂપિયા ચાર્જ કર્યા હતા. DNA અનુસાર, તમન્ના આજકાલ એક ફિલ્મ માટે 4-6 કરોડ રૂપિયા લે છે.
તમન્ના ભાટિયા મુંબઈમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટમાં રહે છે. તેમનો ફ્લેટ વર્સોવા-જુહુ લિંક રોડ પર બેવ્યૂ નામની 22 માળની બિલ્ડિંગમાં છે. તમન્નાનો આ ફ્લેટ સી-ફેસિંગ છે, એટલે કે તેના ફ્લેટની દરેક બાલ્કની અને બારીમાંથી સમુદ્ર દેખાય છે.
લિવિંગ એરિયામાં સફેદ અને ગ્રે સોફા છે. ‘પીપર ફ્રાય’ વેબસાઈટ અનુસાર દિવાલના રંગ સાથે મેળ ખાતા આ સાત સીટર સોફાની કિંમત 1.9 લાખ રૂપિયા છે. તમન્ના કહે છે કે જ્યારે તે તેના ઘરમાં પગ મૂકે છે ત્યારે તે ભૂલી જાય છે કે તે કોણ છે, ઘરની અંદર આવતાની સાથે જ તે સ્ટાર નથી, માત્ર તે ઘરની દીકરી છે.
તમન્નાના ઘરમાં, ડાઈનિંગ અને લિવિંગ એરિયાને વિભાજિત કરતી મધ્યમાં એક દિવાલ છે, જેના પર ગૌતમ બુદ્ધનું ચિત્ર છે. આ પેઇન્ટિંગ તેની ભાભીએ બનાવીને આપ્યું છે.