સણોસરામાં તાલુકા પંચાયતના પ્રમુખ પર હુમલો કરી અંગૂઠો ભાંગી નાખ્યો

રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ પર તેના જ ગામમાં ગામના જ ઇસમે પાઇપથી હુમલો કરી આગેવાનના હાથનો અંગૂઠો ભાંગી નાખ્યો હતો. હુમલાખોર સામે અગાઉ છેડતીની ફરિયાદ થઇ હોય તેનો ખાર રાખી તેણે હુમલો કર્યો હતો. પોલીસે હુમલાખોરની શોધખોળ શરૂ કરી હતી.

રાજકોટના સણોસરા ગામના વતની અને રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનભાઇ ચંદ્રેશભાઇ કથીરિયા (ઉ.વ.35)એ કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના જ ગામના ઇલ્યાસ રહીમ શેરસિયાનું નામ આપ્યું હતું. ચેતનભાઇ કથીરિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 26મી જાન્યુઆરીએ પોતે ગામમાં આવેલી શાળામાં ધ્વજવંદન કરીને તેમના પરિચિત ડાયાભાઇ ફાંગલિયાના બાઇક પાછળ બેસી ઘરે જવા નીકળ્યા હતા અને ગ્રામપંચાયતના ગેટ પાસે પહોંચ્યા હતા ત્યારે સણોસરાનો જ ઇલ્યાસ શેરસિયા બાઇકમાં ધસી આવ્યો હતો અને ચેતનભાઇ પર પાઇપથી આડેધડ રીતે તૂટી પડ્યો હતો. હુમલાથી બચવા ચેતનભાઇએ હાથ આડો દેતા તેમના હાથના અંગૂઠામાં ગંભીર ઇજા થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *