15 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપ રમાશે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ ડોને સરકારી પાકિસ્તાન ટીવીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે સરકાર T20 વર્લ્ડ કપમાં ભારત સામે મેચ રમવા માટે સંમત થઈ ગઈ છે. ચેનલ અનુસાર, બાંગ્લાદેશ અને શ્રીલંકાની વિનંતીઓ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ડોન ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે વડાપ્રધાન શાહબાઝને શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકેનો ફોન આવ્યો હતો જેમાં તેમને ભારત સામે મેચ રમવા માટે કહેવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ અમીનુલ ઇસ્લામે પણ પાકિસ્તાનને ભારત સામે મેચ રમવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હું પાકિસ્તાનને અપીલ કરું છું કે સમગ્ર ક્રિકેટ ઇકોસિસ્ટમના હિતમાં 15 ફેબ્રુઆરીએ ભારત સામે ICC T20 વર્લ્ડ કપ મેચ રમાય.”
પાકિસ્તાને T20 વર્લ્ડ કપમાંથી બાંગ્લાદેશને બાકાત રાખવાના વિરોધમાં ભારત સામે મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત પાકિસ્તાન સરકારે એક પોસ્ટ દ્વારા કરી હતી.