યુઝર્સનો ડેટા AI ચેટબોટ્સના હાથમાં જવાની શંકા

ગૂગલે જ જી-મેલ, મેપ્સ, યુ-ટ્યૂબ, ડ્રાઈવ, ફોટોઝ સહિતના તમામ એપ્સને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ચેટબોર્ડ સાથે જોડી દીધી છે. એટલે કે ગૂગલ એઆઈ સિસ્ટમ હવે યુઝર્સના એપ્સમાંથી વિવિધ સવાલના જવાબ પણ શોધશે. આ ઉપરાંત ગૂગલે એપ્સની સાથે બોર્ડને પણ સ્ટ્રીમલાઈન કરી દીધું છે. ગૂગલ બોર્ડના નવા ફીચરને ‘બોર્ડ એક્સ્ટેન્શન’ નામ અપાયું છે.

આ વર્ષે માર્ચમાં ઓપન એઆઈ ચેટજીપીટીની સામે ગૂગલ બોર્ડ લૉન્ચ કરાયું હતું. ત્યારથી આ એઆઈ ટૂલમાં અનેક સુધારા કરાયા છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે હવે તમામ એપ્સમાં સ્ટોર યુઝર્સનો ડેટા એઆઈના હાથમાં જવાની શંકા છે.

ચેટજીપીટી હવે તસવીરો પણ બનાવશે, ટ્રાયલ શરૂ
ઓપન એઆઈ ચેટજીપીટી નવું વર્ઝન ડીએએલએલ-ઈ લાવવાની તૈયારી થઈ રહી છે. તેનું ટ્રાયલ વર્ઝન એક નાના ગ્રૂપ માટે વિકસાવી પણ દેવાયું છે, જે તસવીરો બનાવી શકે છે. આ તસવીરો આશ્ચર્યજનક રીતે અત્યંત સુંદર દેખાય છે. આ ટેક્નોલોજી અંગ્રેજી ભાષા પર વધુ મજબૂત પકડ બનાવવા વિકસાવાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *