સુરત શહેર આજે વિશ્વમાં ઝડપથી વિકસતા શહેરો પૈકીનું એક છે. સુરત ઔદ્યોગિક એકમોને કારણે દેશભરમાં પોતાની અલગ અલગ ઊભી કરવામાં સફળ થયું છે, પરંતુ તેની સાથે સાથે અનેક વિવિધ ક્ષેત્રની અંદર અનેક સુવિધા હોવાથી દેશ અને વિદેશના લોકોનું ધ્યાન આકર્ષી શક્યું છે. વેધર કન્ડિશનથી લઈને ક્રિકેટ ગ્રાઉન્ડ પીચ ડે નાઈટ ક્રિકેટ રમી શકાય તેવી ફેસીલીટી વગેરે તમામ પાસાઓને તપાસતા અફઘાનિસ્તાનની ટીમ સુરતને પોતાનું ક્રિકેટ હબ બનાવી શકે તેવી શક્યતા છે.
આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિકેટમાં હવે અફઘાનિસ્તાન પોતાનું સ્થાન જમાવી રહ્યું છે. વર્લ્ડ કપમાં પણ જે પ્રકારે અફઘાનિસ્તાનની ટીમને પર્ફોર્મન્સ આપ્યું હતું તેનાથી સૌ કોઈ આશ્ચર્યચકિત થયું હતું. અફઘાનિસ્તાન પોતાનું ક્રિકેટ સુધારવા માટે હવે ભારતમાં કોઈ સારું સ્થાન શોધી રહ્યું છે. ઇન્ડિયાની અંદર એવું ક્રિકેટ સ્ટેડિયમ મળે કે જ્યાં તમામ પ્રકારની સુવિધા રહે પોતાના ખેલાડીઓ માટે પણ સુવિધાઓ મળી રહે તે માટે તેઓ શોધ કરી રહ્યા છે. વેધર કન્ડિશનથી લઈને ક્રિકેટ ગ્રાઉન્ડ પીચ ડે નાઈટ ક્રિકેટ રમી શકાય તેવી ફેસીલીટી વગેરે તમામ પાસાઓને તપાસતા અફઘાનિસ્તાનની ટીમ સુરતને પોતાનું ક્રિકેટ હબ બનાવી શકે છે. દેશના અન્ય ક્રિકેટ ગ્રાઉન્ડની તપાસ કર્યા બાદ સુરતના ક્રિકેટ સ્ટેડિયમ ઉપર પોતાની પસંદગી ઉતારી શકે છે.