સુનિતા વિલિયમ્સે સ્પેસમાં જિમ્નેસ્ટિક્સ કર્યું

ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ છેલ્લા 52 દિવસથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ફસાયેલી છે. સ્પેસક્રાફ્ટમાં સમસ્યાને કારણે, તે ક્યારે પૃથ્વી પર પરત ફરશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી.

આ દરમિયાન, પેરિસ ઓલિમ્પિકની શરૂઆત પર ખેલાડીઓને અભિનંદન આપતો તેમનો એક અનોખો વીડિયો સામે આવ્યો છે. આમાં સુનીતા અન્ય અવકાશયાત્રીઓ સાથે ઓલિમ્પિકની મશાલ પકડેલી જોવા મળે છે. જોકે આ મશાલ ઇલેક્ટ્રિક છે.

વીડિયોમાં તમામ અવકાશયાત્રીઓ વિવિધ રમતોમાં ભાગ લેતા જોવા મળે છે. જ્યારે સુનિતા જિમ્નેસ્ટિક્સ કરી રહી છે, બાકીના અવકાશયાત્રીઓ વેઇટ-લિફ્ટિંગ, રેસિંગ, ડિસ્કસ થ્રો, શોટપુટ વગેરે જેવી ઘણી રમતોમાં તેમની પ્રતિભા બતાવતા જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *