બાલભવન રાજકોટ દ્વારા ઉનાળુ વેકેશનનાં વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. જેમાં 5 થી 16 વર્ષનાં દરેક બાળકો ભાગ લઇ શકશે. બાલભવન રાજકોટનાં માનદ મંત્રી મનસુખભાઈ જોષી અને ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ બાલભવનનાં ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસ તથા બાલભવનની ટીમ દ્વારા બાળકો માટે આ વર્ષે ઉનાળુ વેકેશન વર્કશોપનો 28 એપ્રિલથી પ્રારંભ થશે. આ વર્કશોપમાં સવાર તથા સાંજના વર્ગો શરૂ કરાશે. આ વર્કશોપનો લાભ લેવા માટે સોમવારથી શનિવાર સાંજે 5 થી 7 કલાક દરમિયાન જન્મતારીખ દર્શાવતાં કોઇપણ પ્રમાણપત્ર સાથે લઇ રૂબરુ બાલભવન કાર્યાલયથી ફોર્મ મેળવી લેવા જણાવ્યું છે.
સવારના 9 કલાકે શરૂ થતા વર્કશોપમાં કરાટે, યોગા, કેરમ, રંગપૂરણી, ડ્રોઇંગ, ફોક-વેસ્ટર્ન ડાન્સ, ચેસ તાલીમ, હાર્મોનિયમ, અભિનય, બાળગીત, દેશી રમત, તબલા તાલીમ, ગાયન તેમજ સાંજના 5 કલાકે શરૂ થતા વર્કશોપમાં ગ્લાસ પેઈન્ટિંગ, મેગેઝિન ક્રાફ્ટ, કલર ટેક્નિક, ગરબા તાલીમ, ટીવી ન્યૂઝ રિડિંગ તાલીમ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, મહેંદી આર્ટ, કીરીગામી, ઓરીગામી, કોલાઝ, રુબિકસ કયુબ, વેસ્ટમાંથી બેસ્ટ, કથ્થક નૃત્ય, ફેશન શો એક્ટિવિટી બાળકોને કરાવવામાં આવશે.