શાળાઓમાં 9 મેથી 12 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરાયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તકની સ્કૂલમાં 6 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ચૂંટણીને કારણે વેકેશનની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે 9 મેથી વેકેશન શરૂ થશે, જે 12 જૂન સુધી ચાલશે. શિક્ષકો ચૂંટણી કામગીરીમાં જોડાયા હોવાથી વેકેશનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે સોમવારે ઉનાળુ વેકેશનની નવી તારીખ જાહેર કરી છે. સોમવારે કરેલી જાહેરાતથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પ્રવર્તતી અસમંજસતાનો હવે અંત આવ્યો છે.

ગુજરાતની સરકારી શાળાઓમાં વેકેશનની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. અગાઉની જે સંભવિત તારીખો હતી તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યો છે. 7 મેના રોજ રાજ્યમાં ત્રીજા તબક્કાની લોકસભા ચૂંટણીની 25 બેઠક (સુરતની બેઠક બિનહરીફ થઈ છે) પર યોજાવાની છે, ત્યારબાદ ગુજરાતની શાળાઓમાં વેકેશન શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની સરકારી શાળાઓમાં 35 દિવસનું વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

9મી મેના રોજ શરૂ થતું વેકેશન 35 દિવસ ચાલશે અને વેકેશનનો છેલ્લો દિવસ 12 જૂનનો રહેશે અને તે પછી 13મી જૂન 2024થી શાળાના નવા સત્રનો પ્રારંભ થશે. ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે તે પછી 9મી મેથી વેકેશનની શરૂઆત થશે. નોંધનીય છે કે, ચૂંટણીના દિવસે સરકારી શાળાઓમાં મતદાન મથક ઊભા કરવામાં આવશે જેથી બાળકોને રજા રહેશે અને તેના એક દિવસ પછી બાળકોને વેકેશન શરૂ થતા પહેલા એક દિવસ 8મી જૂને શાળાએ જવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *