પોરબંદર-આસનસોલ વચ્ચે ચાલશે સમર સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનની બે ટ્રિપ ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન રાજકોટ ડિવિઝનમાંથી પસાર થશે. આ સ્પેશિયલ ટ્રેન 10 અને 17 એપ્રિલના રોજ સવારે 8.50 વાગ્યે પોરબંદર સ્ટેશનથી ઉપડશે, રાજકોટ તે જ દિવસે બપોરે 1.15 વાગ્યે પહોંચશે અને શનિવારે સાંજે 6.45 વાગ્યે આસનસોલ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, આસનસોલ-પોરબંદર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન 12 અને 19 એપ્રિલે આસનસોલ સ્ટેશનથી 17.45 વાગ્યે ઉપડશે અને સોમવારે સવારે 10.30 વાગ્યે રાજકોટ અને બપોરે 1.45 વાગ્યે પોરબંદર પહોંચશે.

આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને જનરલ કોચ હશે. આ ટ્રેન બંને દિશામાં ભાણવડ, લાલપુર, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામનગર, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ધનબાદ સહિતના સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નંબર 09205 માટે બુકિંગ 9 એપ્રિલથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *