કોલેજિયન યુવતીનો આપઘાત

વડોદરામાં અભ્યાસ કરતી કોલેજીયન છાત્રા નવરાત્રિ કરવા ઘરે આવી હતી, પરંતુ તેને તાવ આવતો હોવાથી પિતાએ ગરબા રમવા જવાની ના પાડતા તેણીને લાગી આવતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

રાજકોટના કોઠારિયા રોડ વિસ્તારમાં સુભાષનગર મેઈન રોડ પર કેશવ વિદ્યાલય પાસે રહેતી ભૂમિકા અશ્વિનભાઈ વાળા (ઉ.વ.18) નામની યુવતિએ ગત તા. 2ના રોજ બપોરે 3 વાગ્યાના અરસામાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન આજે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા મોત નિપજ્યું હતું. આ અંગે ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *