રાજકોટ જિલ્લાના રેશનકાર્ડધારકો માટે જૂન મહિનાના ઘઉં તથા ચોખાના જથ્થાનું વિતરણ કરવાની સમયમર્યાદા અગાઉ 31 મે સુધી નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે તેની સમયમર્યાદા વધારવામાં આવી છે. 5 જૂન સુધી ખાંડ તથા મીઠાના જથ્થાનું વિતરણ કરવામાં આવશે.
જ્યારે રાજકોટ શહેર ફેર પ્રાઈસ શોપ્સ એસોસિએશન દ્વારા આગામી જુલાઈ અને ઓગસ્ટ માસના અનાજના જથ્થાનું વિતરણ જૂન માસમાં જ કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરાય છે. જેમાં જણાવ્યું છે કે, મે 2025માં મે અને જૂન બે મહિનાના જથ્થાનું વિતરણ કરાયું હતું. જોકે મે માસના અંત સુધીમાં સસ્તા અનાજની દુકાનો ખાતે પુરવઠો પહોંચી શકયો નહોતો. જે દુકાનમાં અંદાજિત 700થી 2 હજાર રેશનકાર્ડધારકો છે ત્યાં પાંચ દિવસના ટૂંકા ગાળામાં વિતરણ કરવું શક્ય નથી.
ગ્રાહકો સામાન્ય રીતે મે માસની પહેલાથી પાંચ તારીખ સુધીમાં જથ્થો લેવા ટેવાયેલ નહિ હોવાથી તેમને દુકાન સુધી લઈ આવવા મુશ્કેલ છે. ત્યારે પુરવઠા વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણયમાં ફેરફાર કરી જૂન માસનું વિતરણ 30 જૂન સુધી ચાલુ રાખવામાં આવે તેવી માગણી ઊઠી છે. આમ, જૂન-જુલાઇ અને ઓગસ્ટ માસનો જથ્થો એક સાથે વિતરણ કરવમાં આવે તો દુકાનદાર કે લાભાર્થીઓને હેરાનગતિનો સામનો ઓછો કરવો પડે તેમ અંતમાં જણાવ્યું છે.