ગાંધીનગરમાં અત્યાધુનિક લેસર પદ્ધતિથી એન્જિયોપ્લાસ્ટીનું સફળ ઓપરેશન

ગાંધીનગરના કુડાસણની SCAI સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ગુજરાતના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત અત્યાધુનિક પદ્ધતિથી 66 વર્ષીય દર્દીની લેસર એન્જિયોપ્લાસ્ટીનું સફળ ઓપરેશન PMJY યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે. ડૉ. બોની ગજ્જર દ્વારા અત્યાધુનિક લેસર ટેકનોલોજીથી પીડિત દર્દીનાં હ્રદયમાં 80 થી 90 ટકા લોહી પહોંચાડતી આગળની મુખ્ય નળીનું ઓપરેશન કરવામાં આવ્યું છે જે ગાંધીનગર માટે ગૌરવની વાત છે.

ગાંધીનગરના કુડાસણ સ્થિત SCAI સુપર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં અદ્યતન લેસર ટેકનીકથી હ્રદયની એન્જિયોપ્લાસ્ટીનું ઓપરેશન કરવામાં આવ્યું છે. આ અંગે એન્જીઓગ્રાફી, એન્જીઓપ્લાસ્ટી અને બાયપાસ સર્જરી નિષ્ણાત ડૉ. બોની મહેન્દ્રભાઈ ગજ્જરે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ગુજરાતમાં સૌ પ્રથમ વખત 66 વર્ષના દર્દીની લેસર ટેકનીકથી સફળ એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવામાં આવી છે.

દર્દીને છાતીમાં દુઃખાવો પછી પરિવારજનો ઘરની નજીકની મોટા ચીલોડા ખાતેની સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે દર્દીનું મેડિકલ ચેકઅપ કરતા હાર્ટ એટેકના ચિન્હો હોવાનું નિદાન થયું હતું. જેનાં પગલે દર્દીને SCAI હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અહીં આવતા જ દર્દીના જરૂરી રિપૉર્ટસ કરવામાં આવ્યાં હતા. જેમાં હ્રદયને 80 થી 90 ટકા લોહી પહોંચતી કરતી આગળની નળીમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું. આથી દર્દીના સગા વ્હાલાને લેસર ટેકનીકથી એન્જિયોપ્લાસ્ટી સર્જરી કરવાની સમજણ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *