ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું આજે બીજુ પેપર છે. જ્યાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનું ગણિતનું પેપર હતું. પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓને આ વિષય થોડો અધરો લાગતા થોડો ડર હતો. પરંતુ, પેપર આપી બહાર નીકળતા વિદ્યાર્થીઓના ચહેરા ખુશખુશાલ હતા. ગણિતનું પેપર સરળ નીકળતા બાળકોના મોઢે ખુશીની લહેર છવાઈ હતી. ત્યારે આજે બપોરે 3 વાગ્યાથી ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું તત્ત્વજ્ઞાન અને ધોરણ વિજ્ઞાન પ્રવાહનું કેમેસ્ટ્રીનું પેપર છે.
ધો. 10ના ગણિતના પેપર અંગે એક્સપર્ટ સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, નોર્મલી જોવા જઇએ તો સ્ટાન્ડર્ડ અને બેઝિક અલગ થયું એનો મિનિંગ એવો હતો કે સ્ટાન્ડર્ડની અંદર ચેપ્ટર વેઇટેજ ગવર્મેન્ટે અલગ કર્યું છે. એમાં જે થોડો અઘરો પાર્ટ જે કહેવાય સ્ટાન્ડર્ડના પેપરમાં લીધો છે, પણ આજના બંને પેપર જોતા એવું લાગે છે કે, સ્ટાન્ડર્ડનું પેપર પણ બહુ જ ઇઝી છે અને બેઝિકનું પેપર પણ બહુ જ ઇઝી છે.